પાટણ : ગ્રામીણ વિકાસ મંત્રાલય- ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા (RSETI), પાટણ ખાતે તા. ૧ મે થી તા.૩૧ મે સુધી મહિલા વસ્ત્ર દરજીની તાલીમ યોજાઈ હતી. જેમાં પાટણ જિલ્લાના જુદા-જુદા ગામની બહેનોને તાલીમના કોર્ષ મોડયુલ અનુસાર તાલીમ અપાઈ હતી. ૩૧ દિવસની આ તાલીમમાં માર્ગદર્શન અને પ્રકટીકલ દ્વારા, રમત દ્વારા સોફ્ટ સ્કીલ, ફિલ્ડ વિઝીટ, માર્કેટ સર્વે, હાર્ડ સ્કીલ તેમજ બેંકીંગને લગતી માહિતી આપવામાં આવી હતી.

તાલીમના અંતિમ દિવસે તાલીમાર્થીઓની કસોટી લીધા બાદ વેલીડેશનના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સી.એલ.પટેલ જીલ્લા વિકાસ અધિકારી, પાટણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાલીમાર્થી બહેનોને રોજગારલક્ષી તથા સ્વનિર્ભર બની આર્થિક સધ્ધર બનવા જણાવેલ અને સરકારની  રોજગાર લક્ષી વિવિઘ યોજનાનો લાભ લેવા અને સાથે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડનું પણ માર્ગદર્શન આપી અને છેલ્લે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી મંગલ શુભેરછાઓ પાઠવી હતી.

બ્યૂરો રિપોર્ટ : G Talks Desk 
 

Share :

સંબંધિત સમાચાર