- 01 May, 2026
- 151
ગાંધીનગરમાં રાજપૂત સમાજના શૈક્ષણિક ભવનનો ખાતમુહૂર્ત: બલવંતસિંહ રાજપૂતની હાજરીમાં શિક્ષણ પ્રત્યેનો સંકલ્પ મજબૂત કર્યો હતો.
ગાંધીનગર ખાતે શ્રી રાજપૂત સમાજ વિકાસ મંડળ, વાવ-થરાદ-સુઇગામ દ્વારા આયોજિત શૈક્ષણિક ભવનના ખાતમુહૂર્ત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માન. ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી અને સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ યુવાનો સાથે મુલાકાત કરી આનંદ વ્યક્ત કર્યો હતો.
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજની સાચી પ્રગતિનો માર્ગ શિક્ષણમાંથી પસાર થાય છે અને આ શૈક્ષણિક ભવન ભવિષ્યમાં અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તેમણે આ આયોજનને સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પ.પૂ. સંતશ્રી નિજાનંદજી મહારાજ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માન. શંકરસિંહજી વાઘેલા, શ્રી શક્તિસિંહજી ગોહિલ, શ્રી ગજેન્દ્રસિંહજી ચૌહાણ, ડૉ. કિશોરસિંહજી સોલંકી, શ્રી લક્ષ્મણસિંહ જાદવ, શ્રી લક્ષ્મણસિંહ રાજપુત, શ્રી પ્રવિણસિંહ મોરી, શ્રી ડી.ડી. રાજપૂત, ડૉ. ઉદયસિંહ રાજપૂત સહિત રાજપૂત સમાજના આગેવાનો તથા સરકારી અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં સમાજના શિક્ષણ પ્રત્યેના પ્રતિબદ્ધતાનો સ્પષ્ટ સંદેશ મળ્યો હતો અને ભવિષ્યમાં આ ભવન દ્વારા વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.










