- 02 May, 2026
- 163
ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે સુરતમાં ભવ્ય પરેડ – પોલીસ શક્તિ અને સાંસ્કૃતિક વારસાનો અનોખો મેળાપ
ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે સુરત ખાતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ રાજ્યના મંત્રીશ્રીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
આ પરેડમાં ગુજરાત પોલીસની વિવિધ પ્લાટૂનો દ્વારા શક્તિ અને શિસ્તનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગુજરાતના વિકાસને દર્શાવતા વિવિધ વિભાગોના આકર્ષક ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્યની પ્રગતિની ઝલક જોવા મળી હતી.
પરેડનું મુખ્ય આકર્ષણ દિલધડક મોટરસાયકલ સ્ટંટ્સ રહ્યું હતું, જેને દર્શકોએ ભારે ઉત્સાહ સાથે નિહાળ્યા હતા. ઉપરાંત, ગુજરાતના વિશ્વવિખ્યાત ગરબા અને આદિવાસી નૃત્યની મનમોહક પ્રસ્તુતિઓએ સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવી દીધો હતો.
આ ભવ્ય કાર્યક્રમ દ્વારા ગુજરાતની સુરક્ષા શક્તિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.










