ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપવા માટે 8 નવી સ્માર્ટ GIDC સ્થાપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના 5 જિલ્લાઓમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે.

માહિતી મુજબ ભરૂચ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લાઓમાં કુલ 8 અલગ-અલગ સ્થળોએ સ્માર્ટ GIDC વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ 5380 એકર જમીન ફાળવવામાં આવશે, જે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને નવી દિશા આપશે.

નવી સ્માર્ટ GIDCમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્તમ માર્ગ વ્યવસ્થા, પાણી અને વીજળી જેવી સુવિધાઓ તેમજ ગ્રીન ઇન્ડસ્ટ્રીના ધોરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ યોજનાથી રોજગારના નવા અવસર ઉભા થશે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે.

રાજ્ય સરકારના આ પગલાને ઉદ્યોગકારો અને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવ્યો છે અને તેને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે જોવામાં આવી રહ્યું છે.

Share :

સંબંધિત સમાચાર