- 20 Sep, 2025
- 63
“કેબિનેટ મંત્રી રાજપૂતનો ગ્રામ્ય પ્રતિનિધિઓ દ્વારા સન્માન”
સિદ્ધપુર : મધ્યસ્થ કાર્યાલય ખાતે આસપાસના ગામોના સરપંચો તથા ગ્રામ્ય પ્રતિનિધિઓએ માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતજીનો સન્માન કરી “માતૃશ્રી હીરાબા સરોવર” માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ યોજનાથી સરસ્વતી નદીનું પુનર્જીવન થતા જમીનસ્તરનું પાણી નોંધપાત્ર રીતે વધ્યું છે, ખેતીમાં સરળતા આવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જળસંચય મજબૂત બન્યો છે. ખાસ કરીને રીચાર્જ વેલ્સ કાર્યક્ષમ બનતાં બોરવેલ તથા કૂવામાં પાણીનું સ્તર ઊંચું આવવાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી પ્રાપ્ત થવા લાગ્યું છે.
કેબિનેટ મંત્રીશ્રીએ સ્થળ પર હાજર અગ્રણીઓ તથા કાર્યકર્તાઓની રજૂઆતો સાંભળી અને પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ તથા બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી મયંકભાઇ નાયકની ઉપસ્થિતિમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કાર્ડ વિતરણ અને સહાય મંજૂરી હુકમો અપાયા હતા.










