- 18 Sep, 2025
- 96
ગાંધીનગરમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ માટે પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી.
ગાંધીનગર, - “એક મંત્ર – વોકલ ફોર લોકલ, એક માર્ગ – આત્મનિર્ભર ભારત, એક લક્ષ્ય – વિકસિત ભારત”ના સંકલ્પ સાથે આગામી 25 સપ્ટેમ્બર (પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી)થી 25 ડિસેમ્બર (અટલ બિહારી વાજપેયીજીની જયંતી) સુધી સમગ્ર દેશમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ યોજાનાર છે.
આ અભિયાનની તૈયારીઓના ભાગરૂપે આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળાનું અધ્યક્ષ સ્થાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલજીએ ગ્રહણ કર્યું હતું. કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અભિયાનના રાષ્ટ્રીય સહ-ઇન્ચાર્જ અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. ભોલા સિંહજી, તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યશાળામાં સાથી મંત્રીઓ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાથે સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ તથા પ્રદેશ પદાધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.










