રોકાણકારો માટે PSU (પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ)હંમેશા એક બેસ્ટ ઇન્વેસ્ટ ઓપ્શન રહ્યુ છે. અહીંયા અમે તમને ત્રણ એવી સરકારી કંપનીઓના શેર વિશે જણાવીશું જેમાં 52% સુધી નફો કમાવવાની શક્યતા છે. આ કંપનીઓ ઓઈલ અને ગેસ સાથે સંબંધિત છે અને જેપી મોર્ગન નામની એક મોટી આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા રોકાણ માટે ભલામણ કરાઈ છે. જો માર્કેટની સ્થિતિ સારી રહેશે તો આ કંપનીઓ આગામી નાણાકીય વર્ષમાં 50-80% વધુ નફો કમાઈ શકે છે. ઓઈલના રેટમાં ઉતાર ચઢાવ અને ડીઝલ અને જેટ ઇંધણ જેવી વસ્તુઓની વધતી માંગને કારણે તેમનો નફો મજબૂત થઈ રહ્યો છે. આથી ચાલો જાણીએ તે PSU વિશે.

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL)

આ કંપની પેટ્રોલ, ડીઝલ, ગેસ, લુબ્રિકન્ટ્સ જેવા પ્રોડક્ટ્સ વેચે છે. તેનું માર્કેટ કેપિટાલાઈઝેશન 1.37 લાખ કરોડ રૂપિયા છે. કંપની 6.62% ડિવિડન્ડ આપે છે. જેપી મોર્ગને તેને ખરીદવાની સલાહ આપી છે અને તેની ટાર્ગેટ પ્રાઇઝ 481 રૂપિયા છે. એટલે કે નફો 52% સુધી થઈ શકે છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)
આ કંપની પેટ્રોલ, ડીઝલ, પેટ્રોકેમિકલ્સ, ગેસ અને સોલર એનર્જી જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. તેનું માર્કેટ કેપિટાલાઈઝેશન 2.04 લાખ કરોડ રૂપિયા છે. તેનો શેર 144.85 પર બંધ થયો. જે 0.94% નો વધારો છે. કંપની 8.23% ડિવિડન્ડ આપે છે. જેપી મોર્ગને તેને ખરીદવાની ભલામણ કરી અને ટાર્ગેટ પ્રાઇઝ 199 રૂપિયા રાખ્યું છે. તેનાથી 39% સુધીનો નફો મળી શકે છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)
આ કંપની પેટ્રોલ-ડીઝલનું વેચાણ, ગેસ અને વીજળી ઉત્પાદનનું કામ કરે છે. તેનું માર્કેટ કેપિટાલાઈઝેશન 85719.33 કરોડ રૂપિયા છે. તેનો શેર 402.40 પર બંધ થયો છે. આ 1.49% નો વધારો છે. કંપની 5.26% ડિવિડન્ડ આપે છે. જેપી મોર્ગને તેને 'ઓવરવેઇટ' રેટિંગ આપ્યું અને ટાર્ગેટ પ્રાઇઝ 463 રાખી છે. તેનાથી 15% સુધીનો નફો મળી શકે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, gtalksnews.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી)

Share :

સંબંધિત સમાચાર