મહેસાણા શહેરમાં આયોજિત MEGA PROPERTY EXPO – 2025 ના ત્રીજા અને અંતિમ દિવસે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે એક્સપોની મુલાકાત લીધી તથા ઉપસ્થિત રોકાણકારો અને નાગરિકોને સંબોધિત કર્યા.

ત્રણ દિવસ સુધી ચાલેલા આ એક્સપોમાં સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરના રીઅલ એસ્ટેટ વિકાસકર્તાઓ, રોકાણકારો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે મહેસાણામાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળ્યો.

દિવ્યાભાસ્કર દ્વારા આયોજિત આ એક્સપોએ મહેસાણા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આવાસ અને પ્રોપર્ટી ક્ષેત્રે નવી તકો ઊભી કરી છે.
આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, “યોજનાબદ્ધ રીતે વિકાસ માટે સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સહયોગ અને સમન્વય જરૂરી છે – અને આવાં એક્સપો એ દિશામાં એક સકારાત્મક પગલું છે.”

શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે કહ્યું કે, મને આનંદ છે કે મહેસાણાની ધરતી પર આવી વિશાળ સ્તરે પ્રોપર્ટી એક્સપો યોજાઈ છે. આ એક્સપોથી ન માત્ર રોકાણમાં વધારો થશે પરંતુ રોજગારના નવા અવસરો પણ ઊભા થશે. દિવ્યાભાસ્કર તથા સમગ્ર આયોજક મંડળને શુભેચ્છાઓ પાઠવું છું કે તેમણે આવો સુંદર અને સુવ્યવસ્થિત કાર્યક્રમ યોજ્યો.”

Share :

સંબંધિત સમાચાર