- 26 Sep, 2025
- 76
પાલનપુરમાં GST બચત ઉત્સવ અને "હર ઘર સ્વદેશી" અભિયાનનું આયોજન
પાલનપુર : આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કરવામાં આવેલા GST દરમાં ઐતિહાસિક ઘટાડાનું ઉમંગપૂર્વક સ્વાગત કરવા તથા "હર ઘર સ્વદેશી" અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત સાહેબે વેપારીઓને સ્ટિકરો લગાવી માહિતી આપી. શહેરના વેપારીઓએ GST દરમાં થયેલા ઘટાડાને સમર્થન આપતા જણાવ્યું કે આ લાભ તેઓ સીધો અંતિમ ગ્રાહકો સુધી પહોંચાડશે. વેપારીઓના જણાવ્યા મુજબ વડાપ્રધાનશ્રીના આ નિર્ણયથી નાના વેપારીઓ અને સામાન્ય જનતા બંનેને વિશાળ ફાયદો થશે.
ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ સ્વદેશી અપનાવવાનો સંકલ્પ આપ્યો છે. આ અભિયાન સાથે "વોકલ ફોર લોકલ"ના મંત્ર દ્વારા નાગરિકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, સંગઠનના મહામંત્રીશ્રી, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.










