- 14 Jan, 2026
- 167
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર પતંગોત્સવ–2026નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.
ગાંધીનગર:
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમંગ અને ઉલ્લાસભર્યા ઉત્તરાયણ પર્વના અવસરે ગાંધીનગર ખાતે સેન્ટ્રલ વિસ્ટામાં સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ગાંધીનગર પતંગોત્સવ–2026’નો ભવ્ય અને શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી નગરજનો સાથે પતંગ ઉડ્ડયનના આનંદમાં સહભાગી બન્યા હતા. તેમણે ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ નગરજનોને મમરાના લાડુ અને ચિક્કીનું વિતરણ કરી ઉત્સવની ખુશીમાં વધારો કર્યો હતો.










