Banaskantha: ડીસા માર્કેટયાર્ડના 30 ડિરેક્ટરોને ગાંધીનગરનું તેડું
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા ખેડૂતોની હિતની સંસ્થાને હવે રાજકીય ગ્રહણ લાગ્યું છે. અને છેલ્લા બે વર્ષથી રાજકીય વિવાદોના કારણે આ બજાર સમિતિ બદનામ થઈ રહી છે. અગાઉ તત્કાલિન ચેરમેન ગોવા રબારીએ કરેલ ગેરરીતીની તપાસ હજુ ચાલુ છે. અને બાદમાં ગોવા રબારી ભાજપમાં આવી જતા ભાજપે તેમને નવી ચૂંટાયેલી માર્કેટયાર્ડની બોડીમાં ચેરમેન બનાવ્યા હતા. પરંતુ જ્યારથી ગોવા રબારીને ચેરમેન બનાવ્યા ત્યારથી આ માર્કેટયાર્ડના મેનેજીંગ ડિરેક્ટરો સતત વિરોધમાં રહ્યા હતા. અને વારંવાર ચેરમેન બદલવાની માંગ ભાજપના મહુડી મંડળ સમક્ષ કરી ચૂક્યા છે.
ત્યારે હવે ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ દ્વારા તત્કાલિન ચેરમેન માવજી દેસાઈના સમય ગાળામાં થયેલ વિવિધ કામો, આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી, પોતાના સગા સાળાને કર્મચારી તરીકે ફરજ પર લેવા, બોનસ ભથ્થાઓની ચુકવણી કરવી, માર્કેટયાર્ડના મેઈન ગેટમાં એસ્ટીમેન્ટ કરતા વધુ ખર્ચ કરવો, પરચુરણ ખર્ચના પત્રકો, ચોપડા છપાવવા બાબતની ગેરરીતી, ગાડીની લોક બુક રજુ ન કરવી, માર્કેટ ફી વસુલાતમાં ગેરનીતિ, તાલુકા સંઘ વાળી માર્જિનની જમીનમાં દુકાનો બનાવી, ભીલડી પેટા માર્કેટમાં જાહેર હરાજીમાં ગેરનીતિ, માર્કેટયાર્ડની જીપ સેક્રેટરીના ઘરેથી ચોરાઈ હોવાની તપાસ, પોતાના અંગત ત્રણ મદદનીશ રાખી ખોટા ખર્ચ સુધારવા, ડ્રાઈવરોની ભરતીમાં ગેરનીતિ, માર્કેટયાર્ડની ચૂંટણીનું ગેજેટ પ્રસિદ્ધ થયા બાદ સભા બોલાવી ખોટા ખર્ચ ઉધારવા, ભીલડી વેબ્રિજના ઉદ્ધાટનમાં ખોટા ખર્ચના બિલો બનાવવા, તોલાટ, મંજુર અને ધાબળા વિતરણ અને જમણવારમાં ખોટા ખર્ચ બતાવવા, બાંકડાઓની ખરીદીમાં ગેરરીતી, માળી રમેશ નેમાજી ને ઊંચા ભાવની જમીન સસ્તા ભાવે આપવી, આંબાઓની ખરીદીના છોડના ખોટાભાવો બતાવવા, સહિત 28 મુદ્દાઓ પર તપાસ કરવાની હોઈ તત્કાલિન, વર્તમાન ને નોટિસ આપી તારીખ 14 મેએ ગાંધીનગર ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. સાથે સેક્રેટરીને પણ અસલ રેકર્ડ સાથે હાજર રહેવા આદેશ કરાર્યો છે.
જોકે બજાર સમિતિના સાગમેટ આટલા બધા મેનેજીંગ ડિરેક્ટરોને નોટિસ મળતા જ બનાસકાંઠામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે રાજકીય વિવાદોમાં ઘેરાયેલી આ બજાર સમિતિમાં કંઈક નવો વળાંક આવી શકે છે.
તત્કાલીન મૃત્યુ પામેલ મેનેજિંગ ડિરેક્ટરોને અપાઈ નોટિસ અગાઉની બોડીમાં રહી ચૂકેલા અને મૃત્યુ પામેલ પરમાર નાગજી માધાભાઈ, રબારી નાગજી માધાભાઈ અને શેઠ મહેન્દ્ર રસીકલાલને પણ નોટિસ આપવામાં આવી જોકે મૃત્યુ પામેલના મરણ પ્રમાણપત્ર રજુ કરવા જણાવેલ છે.
માવજી દેસાઈ સામે આક્ષેપ થતા તપાસ ઊભી થઈ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તત્કાલિન ચેરમેન માવજી દેસાઈ ના સમયમાં થયેલ વહીવટ સામે ગેરનીતિના આક્ષેપ થતા નિયામક શ્રી ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગર દ્વારા તપાસ કરી તા.20/7/2024 ના રોજ થયેલ હુકમના આધારે ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડએ નોટિસ આપી 28 મુદ્દાઓ મામલે પૂછપરછ કરશે.
વર્તમાન મેનેજિંગ ડિરેક્ટરોનો વાંક શું ?
ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડએ નોટિસમાં જે 28 મુદ્દાઓ બતાવવામાં આવ્યા છે જે તમામ તત્કાલિન બોડી એટલે કે માવજી દેસાઈ ચેરમેન હતા અને એ વખતે 13 મેનેજીંગ ડિરેક્ટરો હતા તે વખત ના છે છતાં પણ નોટિસ નવા અને વર્તમાન ડિરેક્ટરો ને આપી છે જોકે હાલ ના ડિરેક્ટરો મોટાભાગે અગાઉની બોડીમાં રહેલા નથી. જેથી હાલના મેનેજીંગ ડિરેક્ટરોમાં ચર્ચા નો વિષય બન્યો છે અને જે સમયગાળામાં ડિરેક્ટરો રહ્યા નહીં તેમને નોટિસ કેમ મળી તે જાણવા હવે રાજકીય રીતે તપાસ ચાલી રહી છે.
વર્તમાન મેનેજિંગ ડિરેક્ટરો
રબારી જીગર ભગવાનભાઈ
રબારી ખેતા જગમાલભાઈ
કણબી કરસન સતાભાઈ (તત્કાલિન વાઈસ ચેરમેન)
રબારી રામજી વાહજીભાઈ
રબારી ઈૃર હરિભાઈ
રબારી પ્રકાશ નાગજીભાઈ
રબારી ગમન રાણાભાઈ
રબારી કલ્યાણ ગોવાભાઈ
રબારી રેવા મોહનભાઈ
રબારી ગોવા હમીરભાઈ (વર્તમાન ચેરમેન)
માળી રમેશ બાબુલાલ
ભરતીયા રાજેશ કનુભાઈ
પટેલ અરજણ ધર્માભાઈ (વર્તમાન વાઈસ ચેરમેન)
દેસાઈ રમેશ ભીખાભાઈ
પાનકુંટા બાબુ વેલાભાઈ
દેસાઈ માવજી મગનભાઈ (ધારાસભ્ય ધાનેરા અને તત્કાલિન ચેરમેન)
સોલંકી નયના મગનભાઈ (કોર્પોરેટર ડીસા નગરપાલિકા)
તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટરો
રંજ્યા ઈૃર વીરાભાઈ
પટેલ દશરથ લલ્લુભાઈ
માળી બાબુલાલ ગીગાજી
શાહ અમૃતલાલ હરખચંદ
પટેલ માધા દેવજીભાઈ
સ્વામી રૂપપુરીજી કૈલાશપુરીજી
રબારી ઈૃર જોરાભાઈ
ત્રિવેદી દિનેશ હરગોવનદાસ
શાહ મનીષ જ્યંતીભાઈ
પરમાર લેબા ચમનાજી



