“કૃષ્ણાવતારમ – પાર્ટ 1: ધ હાર્ટ” ફિલ્મ ટીમનો ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ભવ્ય પ્રચાર કાર્યક્રમ
સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે ભવ્ય ફિલ્મ પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય અવતાર પર આધારિત આવનારી ફિલ્મ "કૃષ્ણાવતારમ - ભાગ 1: ધ હાર્ટ (હૃદયમ)" ની ટીમે યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓ સાથે થયેલી મુલાકાત ખૂબ જ પ્રેરણાદાયક અને યાદગાર બની રહી હતી. ફિલ્મના કલાકારો અને ટીમે યુવાનો સાથે સંવાદ કરીને ફિલ્મના આધ્યાત્મિક સંદેશ અને તેના વિશેષ પાસાઓ વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં સંસ્કૃતિ, ભક્તિ અને સિનેમાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો, જેને કારણે સમગ્ર કેમ્પસમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
ફિલ્મ 7 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. દર્શકોને આ દિવ્ય સિનેમેટિક યાત્રાનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ફિલ્મ માત્ર મનોરંજન નહીં પરંતુ આધ્યાત્મિક અનુભૂતિ પણ આપશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




.jpg)
