- 02 May, 2026
- 160
સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નિર્મલ મિંડા વચ્ચે બેઠક: સેમિકન્ડક્ટર રોકાણ અને MSME વિકાસ પર ચર્ચા
આજે સુરત ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ASSOCHAM ના પ્રેસિડેન્ટ તેમજ UNO Minda ના ચેરમેન Nirmal Minda વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન શ્રી નિર્મલ મિંડાએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણ કરવાની તેમની યોજના વિશે વિસ્તૃત માહિતી આપી અને રાજ્ય સરકાર તરફથી જરૂરી સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ સાથે મુખ્યમંત્રીશ્રી સાથેની ચર્ચામાં રાજ્યમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં MSME સેક્ટરની વૃદ્ધિ, તેમજ MSMEને વધુ પ્રોત્સાહન આપવા માટે જાપાન સાથેના સહયોગને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકથી ગુજરાતમાં ઉદ્યોગ વિકાસ અને રોજગાર સર્જનને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.










