મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સુરત ખાતે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ - દક્ષિણ ગુજરાત'ના ભાગરૂપે ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ.ઓલેક્ઝાન્ડર પોલિશચુક સાથે બેઠક યોજી હતી. યુક્રેનના રાજદૂતે ગુજરાતે સાધેલા વિકાસ બાબતે પ્રશંસા કરતાં સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહભાગીતાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ યુક્રેન સાથેના દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

Share :

સંબંધિત સમાચાર