Chhota Udaipur: નગરના વિકાસઅર્થે વિવિધ મંતવ્ય વિશે વિચારવિમર્શ કરાયો

વિવિધ મંતવ્ય વિશે વિચારવિમર્શ કરાયો
છોટાઉદેપુર ખાતે નગર વિકાસ સમિતિની પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમા નગરની વિકાસ સમિતિના તમામ હોદ્દેદારો પાલિકા સભ્યો, સાંસદ તથા ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને નગરના વિકાસ અનુલક્ષીને વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને દરેકના મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.
સોમવારે સાંજે 5 કલાકે છોટાઉદેપુર પાલિકા સભાખંડમાં સમગ્ર ગુજરાતની પ્રથમ એવી છોટાઉદેપુર નગર વિકાસ સમિતિની પહેલી બેઠક સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને મળી હતી. ગુજરાત રાજ્યમાં નવા અભિગમ સાથે સમગ્ર ગુજરાતી પ્રથમ કહી શકાય એવી છોટાઉદેપુર નગર વિકાસ સમિતિ ની રચના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભ શાહ દ્વારા નગરહિતની બહોળી વિચારધારા અને કહેવાથી બનાવી છે. છોટાઉદેપુરના આગેવાનો, બુદ્ધિજીવી, ડોક્ટર, વકીલ, વેપારી, પત્રકારો, સામાજિક તથા રાજકીય 40 જેટલા દરેક વોર્ડ અને વર્ગના આગેવાનનો સમાવેશ આ સમિતિમાં કરવામાં આવ્યો છે. હવે છોટાઉદેપુર નગરના આગેવાનો કહેશે એ, પ્રમાણે નગરનો વિકાસ કરાશે. નગર વિકાસ સમિતિ જે કામના સૂચનો આપશે એ પ્રમાણે વર્ષે ઓછામાં ઓછા બે કરોડ અને તેથી વધુ જરૂર મુજબના કામો નગરપાલિકા દ્વારા કરાશે.


